Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Readers disturbed by rain water outside Bapunagar Women's Library

VIDEO: બાપુનગર મહિલા લાયબ્રેરી બહાર વરસાદી પાણી ભરાતા વાચકો પરેશાન

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી મહિલા મ્યુનિસિપલ લાયબ્રેરી બહાર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતાં વાચકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાયબ્રેરીના પ્રવેશદ્વાર તેમજ અંદર સુધી વરસાદી પાણી પહોંચતાં વિદ્યાર્થીઓ અને વાચકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. પાણી ભરાવાના કારણે આસપાસના વિસ્તારમાં પણ અસર જોવા મળી છે. સ્થાનિકોએ તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની માંગ ઉઠાવી છે. ઘટનાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી પર ફરી સવાલો ઉઠ્યા છે. હવે વરસાદ બાદ તંત્ર દ્વારા પાણીના નિકાલ અને જરૂરી કામગીરી ક્યારે કરવામાં આવશે તેની રાહ સ્થાનિકો જોઈ રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News