Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rakshabandhan gets his hands on again, unique victory of brother-sister love

VIDEO: રક્ષાબંધને ફરી મળ્યો હાથ, ભાઈ-બહેનના પ્રેમની અનોખી જીત

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આવતીકાલે ભાઈ બહેનના પવિત્ર એવા રક્ષાબંધનનો તહેવાર છે...ત્યારે અમદાવાદના હેમંત પટેલ માટે આ વખતની રક્ષાબંધન અત્યંત ખાસ અને લાગણીસભર બની રહી છે. ગંભીર અકસ્માતમાં હેમંતનો જમણો હાથ ચાર ટુકડામાં કપાઈ ગયો હતો, જ્યારે વિનોદનો હાથ લોખંડ પડવાથી કચડાઈ ગયો હતો.ડોક્ટરોની 14 કલાક લાંબી અને જટિલ સર્જરી, અથાક મહેનત તથા પરિવારની આશાના બળે બંનેના હાથ સફળતાપૂર્વક ફરી જોડવામાં આવ્યા છે. તબીબી વિજ્ઞાનનો ચમત્કાર અને યોગ્ય સમયે મળેલી સારવારથી આજે બંને ભાઈઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.જે હાથ ગુમાવવાનો ડર હતો, આજે એ જ હાથ પર બહેન પ્રેમથી રાખડી બાંધશે. આ માત્ર એક તહેવાર નથી, પરંતુ જીવનની સૌથી મોટી જીતની ઉજવણી છે.

App Store