Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Public shows off unfinished work, creates uproar

VIDEO: Ahmedabad / શાહપુરમાં જનતાએ અધૂરા કામોનો અરીસો બતાવતા હોબાળો, સવાલોના જવાબ આપવાને બદલે ભાજપના ઉમેદવારો ભાગ્યા

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર દરમિયાન શાહપુર વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી જતાં ભારે હોબાળો મચ્યો હતો. શાહપુર દરવાજા પાસે જ્યારે ભાજપના ઉમેદવારો મતો માંગવા નીકળ્યા હતા, ત્યારે સ્થાનિક રહીશો અને કોંગ્રેસના ઉમેદવારોએ તેમને અટકાવી વિસ્તારના અધૂરા કામો અંગે ઉગ્ર સવાલો પૂછ્યા હતા. સ્થાનિકોએ ભાજપના શાસન દરમિયાન બાકી રહી ગયેલા વિકાસકાર્યોનો અરીસો બતાવતા વાતાવરણ ગરમાયું હતું અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, કામોના સંતોષકારક જવાબ આપવાને બદલે ભાજપના ઉમેદવારો જય શ્રી રામ ના નારા લગાવી ત્યાંથી રવાના થઈ ગયા હતા, જેની સામે કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિકોએ ભાગ્યા..ભાગ્યા.. ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

App Store