VIDEO: રૂ. 41 લાખનો પ્રોપર્ટી ટેક્સ બાકી, વિવેકાનંદ કોલેજ સીલ
સોર્સ : gstv
પ્રોપર્ટી ટેક્સ વિભાગે કડક કાર્યવાહી કરી છે. લાંબા સમયથી કાનૂની વિવાદોમાં રહેલી કોલેજે આશરે રૂ.41 લાખનો પ્રોપર્ટી ટેક્સ ન ભરતા AMCએ કોલેજને સીલ કરી દીધી છે. અગાઉ જુલાઈ 2024માં પણ BU પરમિશન અને ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ કોલેજ સામે કાર્યવાહી થઈ હતી. વારંવાર વિવાદોમાં રહેતી કોલેજ સામે હવે ટેક્સ બાકીદારી મામલે કાર્યવાહી કરવામાં આવી છે. AMCની કાર્યવાહીથી કોલેજ સંચાલનમાં ખળભળાટ મચ્યો છે.

