VIDEO : અમદાવાદ-બગોદરા હાઈવે પર ટેક્સ ભર્યા વગરની ખાનગી બસ પકડાઈ, પોલીસે મુસાફરોની મદદ કરી અન્ય વાહનોમાં મોકલ્યા
અમદાવાદ-બગોદરા હાઈવે પર RTOનું સઘન ચેકીંગ ચાલી રહ્યું છે. પાંચથી વધુ RTOની ગાડીઓ સાથે અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યુ છે. આ ચેકીંગ દરમિયાન અમદાવાદથી જામનગર જઈ રહેલી પટેલ ટ્રાવેલ્સ નામની ખાનગી લક્ઝરી બસ ટેક્સ ભર્યા વગર મુસાફરોનું વાહન કરતા ઝડપાઈ હતી.
RTO અધિકારીઓએ બસને ઝડપીને મુસાફરોને નીચે ઉતારી બસ ખાલી કરાવી હતી. ઠંડીમાં બે-ત્રણ કલાક હેરાન-પરેશાન થયા બાદ મુસાફરોએ 181 અભયમ હેલ્પલાઈનમાં મદદ માંગી હતી. અભયમની ટીમ સાથે બગોદરા પોલીસ મુસાફરોની મદદ માટે પહોંચી હતી અને તેમને પોતાના ઘરે જવા માટે સાધનની વ્યવસ્થા કરવામાં કામે લાગી હતી.

