VIDEO: અમદાવાદમાં 89મી કાલીબારી દુર્ગાપૂજાની તૈયારી
સોર્સ : gstv
અમદાવાદમાં બંગાળ કલ્ચરલ એસોસિએશન દ્વારા 89મી કાલીબારી દુર્ગાપૂજાની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાત દિવસની ઉજવણીમાં બંગાળી પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનો સંગમ જોવા મળશે. આ વર્ષની થીમ માયાપુરના ભવ્ય સ્થાપત્યથી પ્રેરિત છે અને બંગાળથી આવેલા કારીગરો માતાજીની પ્રતિમા તૈયાર કરી રહ્યા છે. દુર્ગાપૂજા સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ષષ્ઠીની સાંજે ખાસ ‘આગમની’ પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણ રહેશે. ખાસ વાત એ છે કે 3 વર્ષના બાળકથી 73 વર્ષના વરિષ્ઠ સુધી 100થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે.

