Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Potholes on Dadhichi Bridge urgently repaired by authorities

Ahmedabad news: દધીચિ બ્રિજ પર તંત્ર દ્વારા ખાડાઓનું તાબડતોબ સમારકામ કરાયું, બ્રિજ ઇન્સ્પેક્શનની કામગીરી સામે પ્રશ્નાર્થ

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં બ્રિજની કામગીરીમાં પોલંપોલ ફરી એકવાર ઉઘાડી પડી છે. વાડજના 14 વર્ષ જૂના દધીચિ બ્રિજ પર જોખમી રીતે સળિયા દેખાવા લાગતા મીડીયામાં તેના અહેવાલ પ્રસારિત થયા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈ તંત્રે તાત્કાલિક ધોરણે પડેલા ખાડાઓનું રિપેરિંગ કામ શરૂ કર્યું છે. રોડની સરફેસ ઉખડી જતા મધ્ય ભાગમાં સળિયા બહાર આવી ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને પાંચ મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરાવ્યું હતું, છતાં આવી ગંભીર બેદરકારી સામે ન આવતા કન્સલ્ટન્ટ એજન્સી પર સવાલો ઉઠ્યા છે. 

App Store