Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Police have not been able to catch the accused in the Judges Bungalow hit and run for 3 days

અમદાવાદ: જજીસ બંગલો હિટ એન્ડ રનના આરોપીને 3 દિવસથી નથી પકડી શકી પોલીસ, ઊભા થયા અનેક સવાલો

Timeછેલ્લું અપડેટ : 03 Mar 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ: જજીસ બંગલો હિટ એન્ડ રનના આરોપીને 3 દિવસથી નથી પકડી શકી પોલીસ, ઊભા થયા અનેક સવાલો

થોડા દિવસ પહેલા જજીસ બંગલો પાસે એક હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર રહેતા પોલીસની કામગીરી પર ઉઠયા સવાલ. રસ્તો ઓળંગતિ મહિલાને મર્સિડીઝ કાર ચાલકે ટક્કર મારી ત્યાંથી નાસી છૂટયો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં થઈ હતી કેદ.

App Store

રસ્તો ક્રોસ કરતી મહિલાને મર્સિડીઝ ચાલકે મારી ટક્કર

ત્રણ દિવસ પહેલા 28 ફેબ્રુઆરી જજીસ બંગલો રોડ પર એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં રસ્તો ક્રોસ કરી રહેલી મહિલાને મર્સિડીઝ ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 

અકસ્માતના ત્રણ દિવસ બાદ પણ આરોપી ફરાર

અકસ્માતની ઘટનાના ત્રણ દિવસ બાદ પણ આરોપી ન ઝડપાતા ઇજાગ્રસ્ત મહિલાના પરિચિતોએ પોલીસ કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે જ આરોપીને ઝડપથી પકડવા ટ્રાફિક પોલીસને રજૂઆત પણ કરી હતી. બનાવના સ્થળેથી નજીક જ મોટું જંકશન હોવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર રહેતા ઘણા સવાલો ઊભા થયા છે.