VIDEO: કાંકરિયામાં 1.25 લાખ દીવડાઓથી પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી
સોર્સ : gstv
અમદાવાદના કાંકરિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કાંકરિયા તળાવની પાળીએ 1.25 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ અમિત શાહ કાંકરિયા ખાતે પહોંચ્યા હતા. દીવડાઓથી કાંકરિયા પરિસર ઝળહળી ઉઠ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

