Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : PM Modi's advice only on paper? Questions raised on the social media behavior of Ahmedabad Yuva Morcha office bearer

પીએમ મોદીની સલાહ કાગળ પર જ? અમદાવાદ યુવા મોરચાના હોદ્દેદારના સોશિયલ મીડિયા વર્તન પર ઊઠ્યા સવાલ

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
પીએમ મોદીની સલાહ કાગળ પર જ? અમદાવાદ યુવા મોરચાના હોદ્દેદારના સોશિયલ મીડિયા વર્તન પર ઊઠ્યા સવાલ
સોર્સ : JATIN BAROT GSTV NEWS

 

App Store

"વડીલનો વટ ભૂલે, તેનું વટવૃક્ષ ક્યારેય ઊભું રહેતું નથી." અને "જે ડાળ પર બેઠો હોય, એ જ ડાળ કાપવાની ભૂલ ન કરવી." આ કહેવતો હાલ ભાજપના કેટલાક યુવા હોદ્દેદારો અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર બંધબેસતી હોવાનું રાજકીય વર્તુળોમાં કહેવાઈ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોથી ભાજપના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર સંગઠનની વિચારધારા મજબૂત રીતે પહોંચાડવા, વરિષ્ઠ નેતાઓને ફોલો કરવા, તેમની પોસ્ટ રીપોસ્ટ કરવા અને લોકો સાથે સતત સંપર્કમાં રહેવા આહ્વાન કરતા આવ્યા છે. પ્રદેશ સંગઠન પણ હોદ્દેદારોને સંગઠનના અધિકૃત સોશિયલ મીડિયા અભિયાનમાં સક્રિય રહેવા સૂચનાઓ આપતું રહ્યું છે.

પરંતુ અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડ ભાજપ યુવા મોરચાના પ્રમુખ અંકુરસિંહ રાજપૂતને લઈને વિપરીત ચિત્ર સામે આવી રહ્યું છે . સોશિયલ મીડિયા પર વ્યક્તિગત ફોટા અને પોતાની પ્રવૃત્તિઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે સંગઠનના વરિષ્ઠ નેતાઓ પ્રત્યે જરૂરી સક્રિયતા દેખાતી નથી, એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

 તેમના ફેસબુક એકાઉન્ટ પર પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પ્રદેશ યુવા મોરચા પ્રમુખ હેમાંગ જોશી જેવા અગ્રણીઓને પણ ફોલો કરવામાં આવ્યા નથી. જેથી સવાલ એ ઊભો થાય છે કે શું સંગઠનની સૂચનાઓ માત્ર સામાન્ય કાર્યકર્તાઓ માટે જ છે? શું વોર્ડ કક્ષાના હોદ્દેદાર અંકુર સિંહ રાજપૂત  માટે અલગ નિયમો છે?

ભાજપમાં શિસ્ત, સંગઠન અને વરિષ્ઠ નેતૃત્વ પ્રત્યે સન્માનની વાતો વારંવાર કરવામાં આવે છે. ત્યારે જો કોઈ હોદ્દેદાર સંગઠનની ડિજિટલ લાઇનથી અલગ ચાલતો હોય, તો તે માત્ર વ્યક્તિગત પસંદગીનો વિષય નથી રહેતો, પરંતુ સંગઠન પ્રત્યેની જવાબદારીનો પણ મુદ્દો બને છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પ્રદેશ યુવા મોરચા અને શહેર સંગઠન આ અંગે પગલાં લેશે કે પછી "નાના હોદ્દા પર મોટો અહંકાર" જેવી ચર્ચાઓને મૌન સમર્થન મળશે?

રાજકારણમાં હોદ્દો વ્યક્તિથી મોટો અને સંગઠન વ્યક્તિગત પ્રસિદ્ધિથી મોટું માનવામાં આવે છે. તેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ સંગઠનના સંદેશ માટે થાય છે કે માત્ર સ્વ-પ્રચાર માટે આ સવાલ તો છે જ પણ અહી તો ઉલ્ટી ગંગા વહેતી નજરે પડી રહી છે