VIDEO: અમદાવાદના પીપળી-વટામણ હાઈવે પર નાળું તૂટતા માર્ગ બંધ કરાયો
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના પીપળી વટામણ નેશનલ હાઈવે 751 ઉપર ભારે વરસાદ કે અન્ય કારણોસર નાળું તૂટી જવાની ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે હાઈવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે. આ માર્ગ બંધ થવાથી મુશ્કેલીમાં મુકાયેલા વાહનચાલકો માટે પોલીસે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવતા ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફ વાહનો ડાયવર્ટ કર્યા છે, તેમજ વટામણથી ધંધુકા તરફ જતા વાહનચાલકોને ધોલેરા થઈને ધંધુકા જવા માટેના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપી છે.

