VIDEO: અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો, 10 દિવસમાં ઈંધણની કિંમતોમાં 5 રૂપિયા વધ્યા
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ 87 પૈસા જ્યારે ડીઝલમાં 91 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ વધીને 99.07 પૈસા થયા છે. જ્યારે ડીઝલનો ભાવ 94.99 રૂપિયાએ પહોંચી ચૂક્યો છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં ત્રીજી વખત ભાવ વધારો ઝિંકાયો છે. 10 દિવસમાં ઈંધણની કિંમતોમાં 5 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. 4 દિવસ પહેલા 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે, 15 મેના રોજ પણ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. પરંતુ અગાઉથી જ મોંઘવારીના બોજા હેઠળ ડૂબેલી દેશની જનતાને આ ભાવવધારો અસહ્ય સાબીત થઈ રહ્યો છે.

