Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : PCB seized quantity of foreign liquor from transport godown in Gomtipur

અમદાવાદ / કાનૂની સલાહથી બુટેલગરોએ બદલી મોડસ ઓપરેંડી, પીસીબીની રેડમાં ઝડપાયો દારૂ

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ / કાનૂની સલાહથી બુટેલગરોએ બદલી મોડસ ઓપરેંડી, પીસીબીની રેડમાં ઝડપાયો દારૂ

અમદાવાદ / શહેરમાં નવા પોલીસ કમિશ્નરની નિમણુંક કમિશ્નરે શહેરમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ પર ધોંસ બોલાવી છે. પોલીસ કમિશ્નરની ઝીરો ક્રાઇમ પોલિસી સામે વહીવટદારો અને શહેરમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓની હાટડીઓ પર હવે પોલીસની એન્જસીઓએ તવાઈ બોલાવાની ચાલુ કરી છે.

App Store

ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બદલાતા જ અહીં નિવૃત્ત પોલીસકર્મીએ લાખો રૂપિયાના તારા બતાવી વહીવટ હાથમાં લેતા જ બુટેલગરો અને જુગારના સ્ટેન્ડ ચલાવનાર લોકો ઘેલમાં આવી ગયા હતા. નિવૃત્ત પોલીસકર્મીએ બુટલેગરોને એજન્સીથી બચવા કેવી રીતે દારૂ લાવવો તેની મોડસ ઓપરેંડી પણ શીખવાડી દીધી હતી. જો કે નિવૃત્ત પોલીસકર્મીની આ મોડસ ઓપરેંડીઓ વધુ ચાલી ન હતી અને પીસીબીએ ગોમતીપુરમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રેડ કરીને ઓટો પાર્ટ્સની આડમાં લવાયેલો 272 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. ત્યારે હવે નિવૃત્ત પોલીસકર્મીના કારણે પોલીસ અધિકારીઓની બદનામી થતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. 

પીસીબીની રેડમાં ઓટો પાર્ટ્સના બોક્ષમાંથી 272 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પીસીબી પીઆઇ એમ.સી.ચૌધરીની ટીમે છેલ્લા ઘણા સમયથી શહેરમાં ચાલતા ગેરકાયદે દારૂ જુગારના અડ્ડા પર ધોંસ બોલાવી છે. પીસીબીની ટીમે ગોમતીપુરમાં રેડ કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગોમતીપુરમાં આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ઓટો પાર્ટ્સની આડમાં દારૂનો જથ્થો ઠલવાયો હોવાની બાતમી મળતા પીસીબીએ રેડ કરી હતી. ગોમતીપુરમાં આવેલી કાળીદાસ મીલની અંદર ક્રિયા શક્તિ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રેડ કરતા જ દિલ્લીથી શિવ મોટર્સ ઓટો પાર્ટ્સના સંચાલકે મોકલેલા કાર્ટુનોના પુઠાના બોક્ષમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ઓટો પાર્ટ્સની આડમાં લવાયેલો રૂ. 3.29 લાખની મતાની દારૂની 272 બોટલો કબ્જે લઇ તપાસ હાથ ધરી છે.

રેડ બાદ પીસીબી પીઆઇ એમ.સી.ચૌધરીએ જણાવ્યુ કે પ્રાથમિક તપાસમાં આ માલ નવરંગપુરા જયદીપ મોટર્સ ખાતે તથા બરોડા ખાતે ક્રિશ્નાશ્રય ઓટો મોબાઇલ્સ ખાતે મોકલવાનું બુકિંગ હોવાથી તે બાબતે તપાસ શરૂ કરી છે અને શિવ મોટર્સના સંચાલકની પણ શોધખોળ હાથ ધરાઇ છે.

ઉલ્લેખનીય છે કે ગોમતીપુર પોલીસસ્ટેશનમાં ઇન્સપેક્ટર બદલાતા જ રિટાયર્ડ પોલીસકર્મીના રાજમાં ગેરકાયદે ધંધા શરૂ થઇ જતા એજન્સીઓ ફરી સક્રિય બની છે.