Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Operations at Civil Dental Hospital have been suspended for a month

Ahmedabad news: સિવિલની ડેન્ટલ હોસ્પિટલમાં એક મહિનાથી ઓપરેશન બંધ, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: સિવિલની ડેન્ટલ હોસ્પિટલમાં એક મહિનાથી ઓપરેશન બંધ, જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : gstv

અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી ડેન્ટલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી સર્જરીઓ ઠપ થતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે નાછૂટકે તેઓ ખાનગી હોસ્પિટલમાં ગાંઠના પૈસા ખર્ચીને ઓપરેશન કરવા મજબૂર બન્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલની ડેન્ટલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી માત્ર એક એનેસ્થેટિસ્ટ છે અને તે પણ ગયા મહિનાથી વેકેશન પર છે.

App Store

સિવિલની ડેન્ટલ હોસ્પિટલમાં દર સપ્તાહે પાંચ દિવસ ઓપરેશન

સિવિલની ડેન્ટલ હોસ્પિટલમાં દર સપ્તાહે પાંચ દિવસ ઓપરેશન કરવામાં આવે છે. આ સ્થિતિએ પ્રતિ સપ્તાહે ઓછામાં ઓછા 7 દર્દીની સર્જરી થાય છે, પરંતુ હાલ એનેસ્થેટિસ્ટ જ નહીં હોવાથી સર્જરીઓ જ બંધ રહે છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉનાળા અને દિવાળી વેકેશન દરમિયાન તેમજ એનેસ્થેટિસ્ટ રજા પર જાય ત્યારે ઓપરેશન થિયેટર બંધ રાખવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. એનેસ્થેટિસ્ટની સંખ્યા વધારવા માટે અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. સિવિલના ડેન્ટલમાં એનેસ્થેસિયામાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા હોવા છતાં ભરવામાં એટલા માટે નથી આવતી કે કોન્ટ્રાક્ટ હેઠળના એનેસ્થેસિયામાં આસિસ્ટન્ટ પ્રોફેસર મળી રહ્યા નથી.