VIDEO: રક્ષાબંધન પર્વે અમિત શાહનો ગુજરાત પ્રવાસ, બોપલમાં લોક દરબાર યોજાશે
સોર્સ : gstv
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રક્ષાબંધન પર્વ નિમિત્તે બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપશે. 27 ઓગસ્ટે બોપલ ખાતે અમિત શાહ લોક દરબાર યોજીને બોપલ-ઘુમાના સ્થાનિકોની સમસ્યાઓ સાંભળશે. તાજેતરના ભારે વરસાદ દરમિયાન બોપલ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકી પડી હતી. પાણીના નિકાલ માટે અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ ઉપરાંત શાહ ગાંધીનગર ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરશે. ગાંધીનગર ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક પણ યોજાશે. આગામી સમયમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોવાથી સંગઠનાત્મક અને ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે.

