VIDEO: ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ પાર્કમાં તોડફોડ શરૂ કરાતા NSUIનો વિરોધ, તાજેતરમાં જ મુખ્યમંત્રીએ કર્યું હતું લોકાર્પણ
સોર્સ : GSTV
ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયાના ગણતરીના દિવસોમાં જ કરોડોના ખર્ચે બનેલા રિસર્ચ પાર્કમાં તોડફોડ શરૂ કરાતા NSUI એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આખું બિલ્ડિંગ બની ગયા બાદ સત્તાધીશોને યાદ આવ્યું કે લેબોરેટરી માટે જરૂરી 21 ફૂટની ઊંચાઈને બદલે માત્ર 12 ફૂટની જ હાઈટ રાખવામાં આવી છે. હવે ભોંયતળિયે ખોદકામ કરાતા બિલ્ડિંગના સ્ટ્રક્ચરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. NSUI એ આ મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા છે.

