Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Normal rainfall forecast in the state for next 7 days, average rainfall 3 percent less than normal

આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી, સરેરાશ વરસાદ સામાન્ય કરતાં 3 ટકા ઓછો

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : JATING BAROT GSTV NEWS

અમદાવાદ: ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્ય પર હાલ વેલ માર્ક્ડ લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફની અસર જોવા મળી રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

App Store

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ પડી શકે છે, પરંતુ હાલ ભારે વરસાદની કોઈ મોટી ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 510.8 મીલીમીટર વરસાદ નોંધાયો છે. આ આંકડો સામાન્ય વરસાદની સરખામણીએ 3 ટકા ઓછો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક રહી છે, જ્યાં સામાન્ય કરતાં 27 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે ખેડૂતો અને નાગરિકોને હવામાન અંગેની સત્તાવાર આગાહીઓ પર સતત નજર રાખવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની સંભાવના હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં હાલ વરસાદની સ્થિતિ સંતોષકારક હોવા છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટને કારણે ખેડૂતોની નજર આગામી દિવસોની આગાહી પર ટકેલી છે.

ટોપિક્સ:weather forecast