Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : New sports complex built in Vastral on 44,764 square meters of space

Ahmedabad: વસ્ત્રાલમાં 44,764 ચો.મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાયું

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ શહેર હવે ઓલિમ્પિક સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રમતવીરો પ્રેક્ટિસ  કરી શકે તેના માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પૂર્વમાં વસ્ત્રાલ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર 44,764 ચોરસ મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં આધુનિક સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે  ત્યારે. આગામી ડિસેમ્બર માસમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. રૂ.51 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં માત્ર ઇન્ડોર ગેમ્સ જ નહીં પરંતુ આઉટડોર ગેમ્સ, લાઇબ્રેરી, જિમ અને કાફેટેરિયા સહિતની સુવિધાઓ છે. બે માળના આ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ,  લાઇબ્રેરી, જીમ કાફેટેરિયા જેવી સુવિધાઓ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 51 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ચલાવવા માટે આગામી દિવસોમાં તેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. જે બાદ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જેટલી પણ રમતો રમી શકાશે તેની કોચિંગની સુવિધા સાથેની ફીના દર પણ નક્કી કરવામાં આવશે.

App Store