અમદાવાદ: NDPS કોર્ટે ચરસ સાથે ઝડપાયેલા 6 આરોપીઓને સંભળાવી 12 વર્ષની સખ્ત કેદ

અમદાવાદના SP રીંગ રોડ પાસેથી 23 કિલો 762 ગ્રામ ચરસના જથ્થઆ સાથે પકડાયેલા જમ્મુ-કાશ્મીરના મોઈન ઉલ અશરફ શેખ, મોહમંદ ઈરફાન ગુલામ નબી ચોપાન, રાજ રમીજ શબ્બીર અહેમદખાન, પોરબંદરના આવેશખાન હાસીમખાન પઠાણ, જૂનાગઢના મકબુલ યુસુફભાઈ મહિડા અને વાહીદ હસનભાઈ પંજા ઉર્ફે વાહીદમામને એનડીપીએસ કોર્ટના સ્પેશ્યલ જજ ભરત લાલચંદ ચોઈથાણીએ ગુનેગાર ઠરાવીને 12-12 વર્ષની સખ્ત કેદ અને દરેક આરોપીને એક-એક લાખ રૂપિયા દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે.
એક ટ્રકમાં ચરસનો જથ્થો અમદાવાદ હાઈવે પર ઝડપાયું
આ કેસનો ટ્રાયલ ચાલી જતાં એનસીબીના ખાસ એડવોકેટ અખિલભાઈ દેસાઈએ છ સાક્ષીઓ અને 95 દસ્તાવેજોના આધારે કેસ સાબિત કરીને કોર્ટને જણાવ્યું હતું કે NCBના અધિકારીઓને બાતમી મળી હતી કે જમ્મુ-કાશ્મીરથી એક ટ્રકમાં ચરસનો જથ્થો ઉંઝા-મહેસાણા થઈને અમદાવાદ આવી રહ્યો છે. બાતમીના આધારે ટ્રકની તપાસ કરવામાં આવી હતી.
ચરસ સાથે ઝડપાયેલા 6 આરોપીઓને સંભળાવી 12 વર્ષની સખ્ત કેદ
આ કેસનો ટ્રાયલ ચાલી જતાં એનસીબીના ખાસ એડવોકેટ અખિલભાઈ દેસાઈએ છ સાક્ષીઓ અને 95 દસ્તાવેજોના આધારે કેસ સાબિત કરીને કોર્ટને જણાવ્યું હતું કે NCBના અધિકારીઓને બાતમી મળી હતી કે જમ્મુ-કાશ્મીરથી એક ટ્રકમાં ચરસનો જથ્થો ઉંઝા-મહેસાણા થઈને અમદાવાદ આવી રહ્યો છે, જે બાતમી આધારે SP રીંગ રોડ પર વોચ રાખી હતી.
NCBના અધિકારીઓએ ગત તા. 20-1-2021ના રાતના જમ્મુ-કાશ્મીરની પસાર થતી ટ્રકને રોકીને તપાસ કરતા 600 સફરજનના બોક્ષ મળી આવ્યા હતા. જો કે જ્યારે NCBના અધિકારીઓએ કંડક્ટરની સીટ અને ડ્રાઈવરની કેબિનમાં તપાસ કરતા કુલ 23 કિલો 762 ગ્રામ ચરસનો જથ્થો હતો. આ ચરસનો જથ્થો લેવા માટે પોરબંદરના આવેશખાન હાસીમખાન પઠાણ મારૂતિ લઈને આવ્યો હતો. જેમાં હેરાફેરી કરીને માલ લઈ જવાનો હતો. તે દરમિયાન આ દરોડા દરમિયાન આ શખ્સો ઝડપાયા હતા.

