અમદાવાદમાં 3 માસના બાળકના મોતને પગલે ક્રુર માતાની ધરપકડ, જાણો શું છે મામલો

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. કળિયુગમાં પુત્ર કપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય આ કહેવતને ખોટી પાડતી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 3 માસના બાળકનું મોત થયું હતું આ મામલે પોલીસે બાળકની માતા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી છે.
પોલીસે બાળકની હત્યાના ગુનામાં કરિશ્મા બઘેલ નામક મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તેણીની અટકાયત કરી છે. મળતી વિગતો અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન જ માતાને બાળક પ્રત્યે અણગમો હતો. બાળકના જન્મ બાદથી માતાને બાળકથી પરેશાની રહેતી હતી. બાળક રડતું હોવાથી શાંત ન થતા માતાએ બાળકને ટાંકામાં નાખી દીધું હતું. માતા એ અગાઉ પણ બાળકને પલંગ પરથી નીચે નાખ્યું હતું. આટલી હદે ક્રુર અમાનવીય વર્તન પ્રત્યે પોલીસે માતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

