Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : mosquito-borne diseases reared their heads

મચ્છરજન્ય બિમારીઓએ માથું ઉંચક્યું, રાજ્યમાં ડેન્ગ્યુના રોજના સરેરાશ 265, મેલેરિયાના 215 કેસ

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2024
લાઇવ ટીવીGoogle News
મચ્છરજન્ય બિમારીઓએ માથું ઉંચક્યું, રાજ્યમાં ડેન્ગ્યુના રોજના સરેરાશ 265, મેલેરિયાના 215 કેસ

રાજ્યમાં  ઓગસ્ટ મહિનાથી વાયરલ ઈન્ફેક્શન અને મચ્છરજન્ય બીમારીના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. હાલ ઘરે ઘરે કોઈને કોઈ વાયરલ ઈન્ફેક્શનથી લઈને મચ્છરજન્ય બીમારીથી લોકો પીડાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના 10 દિવસમાં ડેન્ગ્યુના શંકાસ્પદ લક્ષણો સાથેના 75 હજરાથી વધુ નમૂના લેવામાં આવ્યા છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ડેન્ગ્યુના રોજના 265થી વધુ નવા દર્દી નોંધાય છે.

App Store

છેલ્લા પાંચ વર્ષમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોના આંકડા

છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે તો 2020માં 1564, 2021માં 10983, 2022માં 6682, 2023માં 7222 જ્યારે જૂન 2024માં સુધી 893 કેસ નોંધાયા હતા. આમ પાંચ વર્ષમાં કુલ 26451થી વધુ કેસો નોંધાયેલા છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થયાનો દાવો કરાયો છે. મેલેરિયાના હાલ રોજના સરેરાશ 210થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જેના પગલે 22 જિલ્લાને એલર્ટ હેઠળ મૂકાયા છે. રાજ્યમાં 2020માં 4771 2021માં 4921,2022માં 4785, 2023માં 1346 જ્યારે 2024ના જુલાઈ સુધી 1213 કેસ મેલેરિયાના નોંધાયા છે.

 કુલ 17 હજારથી વધુ કેસો નોંધાયા

આમ પાંચ વર્ષમાં કુલ 17 હજારથી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. સોલો સિવિલમાં ડેન્ગ્યુના 100 શંકાસ્પદમાંથી 20 દર્દી પોઝિટીવ આવે છે. અમદાવાદમાં સપ્ટેમ્બરના 15 દિવસમાં એક વર્ષની ઉંમર સુધીના 16 બાળકો સહિત ડેન્ગ્યુના 282 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુની અસર સામાન્ય તાવથી શરૂ થઈને લીવર, કિડની, ફેફસાં અને મગજ સુધી પહોંચે છે.