VIDEO: અમદાવાદમાં ચોમાસામાં રોગચાળાનો વિસ્ફોટ: માત્ર ૯ દિવસમાં ઝાડા-ઉલટીના ૧૧૩ કેસ!
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ જામતાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ મહિનાના માત્ર ૯ જ દિવસોમાં ઝાડા-ઉલટીના ૧૧૩ કેસ અને ટાઈફોઈડના ૪૬ કેસ નોંધાતાં પબ્લિક હેલ્થ સિસ્ટમ સામે મોટો પડાકાર ઊભો થયો છે. આ ઉપરાંત ડેન્ગ્યુના ૧૯, કમળાના ૧૭, સાદા મલેરિયાના ૧૩ અને ચિકનગુનિયાનો ૧ કેસ સામે આવ્યો છે. ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ અને દૂષિત પાણીની સમસ્યા વધતાં જનઆરોગ્ય જોખમાયું છે, જેથી તંત્ર દ્વારા નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

