અમદાવાદ : MLA અમિત શાહે જમાલપુર અને રિવરફ્રન્ટ ખાતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા AMCના ભાજપ નેતાને લખ્યો પત્ર

Ahmedabad News : એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું હોવાના આક્ષેપ સાથે સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરી હતી. હવે તેમણે જમાલપુર અને રિવરફ્રન્ટ ખાતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા AMCના ભાજપ નેતાને પત્ર લખ્યો છે, જેમાં આ બંને જગ્યા પર દબાણો દૂર કરવા રજૂઆત કરી છે :
1) જમાલપુર વિધાનસભાના સ્થાનિક રહિશોએ આપેલી માહિતી મુજબ રથયાત્રાના રુટ પર જમાલપુરથી ખમાસા રોડ ખાતે, મહમ્મદ અલી મસ્જીદની સામે, જમાલપુર પગથીયા પાસે અમદાવાદ મહાનગર પાલીકાનો માલીકીનો (રાયખડ) સિટી સર્વે નં.-1880 પ્લોટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો છે. 1881 નંબરના પ્લોટના માલિક છે તેને 1880 નંબરના પ્લોટ પર અમુક જગ્યા માહિતી મળ્યા મુજબ 10X60 કોર્પોરેશનના પ્લોટમાં ગેરકાયદેસર 7 માળનું દબાણ કરી કબજો જમાવી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. તો આ સંદર્ભે ગેરકાયદેસર છે કે કેમ તે તપાસ કરી જો ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોય તો લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરી જે તે વ્યક્તિ પર કાર્યવાહી કરીને કબજો પરત લેશો.
2) રિવરફ્રન્ટ બાબા લવલીની દરગાહ ખાતે ખુલ્લા પ્લોટમાં એક જ વ્યક્તિ દ્વારા થયેલ ગેર કાયદેસર દબાણ/બાંધકામ અંગે ફરીયાદ કરેલી. જુના ગુગલ મેપમાં જોતા અહિયા કોઇ બાંધકામ જોવા મળેલ નથી તો આપને વિનંતી છે. ગેર કાયદેસર બાંધકામ દુર કરાવશો.


