VIDEO: IPO દ્વારા માર્કટમાંથી રૂ.1,553 કરોડ એકઠા કરશે મિલ્કી મિસ્ટ ડેરી
સાઉથ અને વેસ્ટર્ન ઈન્ડિયાના માર્કેટમાં મજબૂત પકડ ધરાવતી મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડ પોતાના બિઝનેસનો વિસ્તાર કરવા આઈપીઓથી માર્કેટમાંથી 1,553 કરોડ એકઠા કરવા જઈ રહી છે. કંપનીએ પોતાના આ IPO માટે 133 થી 140 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ ઈશ્યૂ 11 ઓગસ્ટે ખુલીને 13 ઓગસ્ટે બંધ થશે, જ્યારે મોટા એન્કર ઈન્વેસ્ટર્સ માટે 10 ઓગસ્ટના રોજ બિડિંગ શરૂ થઈ જશે.રિટેલ રોકાણકારો માટે આ IPO માં 35 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે, જ્યારે ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે 50 ટકા સુધીનો હિસ્સો ફાળવાશે. આ ઉપરાંત, કંપનીના કર્મચારીઓને પ્રતિ શેર ૧૩ રૂપિયાનું આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટ થશે. આ IPO ને સફળ બનાવવા માટે જેએમ ફાઇનાન્શિયલ, એક્સિસ કેપિટલ અને આઈઆઈએફએલ કેપિટલ જેવા અનુભવી બુક રનિંગ લીડ મેનેજર્સ જવાબદારી સંભાળી રહ્યા છે. મિલ્કીમિસ્ટ કંપનીની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ હતી જેમાં પ્રાથમિક તબક્કે તેઓ પનીર બનાવતા હતા. હાલ આ કંપની પેકેજ્ડ દૂધ સિવાય તમામ ડેરી પ્રોડક્ટ બનાવી રહી છે.

