Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Metro timing changes due to match played in Ahmedabad in IPL 2024

IPL 2024 : અમદાવાદમાં રમાનાર મેચના પગલે મેટ્રોના સમયમાં ફેરફાર, આટલા વાગ્યા સુધી દોડશે

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2024
લાઇવ ટીવીGoogle News
IPL 2024 : અમદાવાદમાં રમાનાર મેચના પગલે મેટ્રોના સમયમાં ફેરફાર, આટલા વાગ્યા સુધી દોડશે

આઈપીએલની 17મી સિઝનનો આજથી આરંભ થવા જઈ રહ્યો છે. ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જ્યારે 24મી માર્ચે એટલે કે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. આ મેચને પગલે અમદાવાદ મેટ્રોના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

App Store

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2024ની ત્રણ મેચ રમાવાની છે. 24મી અને 31મી માર્ચ અને ચોથી એપ્રિલે મેચ યોજાવાની છે, ત્યારે આ મેચોને ધ્યાનમાં રાખીને GMRCએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6:20 વાગ્યાથી રાત્રે 12.00 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે આ ત્રણ દિવસ આઈપીએલ મેચોના દિવસોમાં પરત ફરવા 50 રૂપિયાના ભાડા પર મળતી સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે.

સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદવાનો સમય

સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિ દીઠ 50 રુપિયા રહેશે, જેનો ઉપયોગ માત્ર મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે. આઈપીએલ મેચના દિવસે સાંજના સમયે ટિકિટ ખરીદવા માટે રાહ જોવાનો સમય ટાળવા મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશન પર અગાઉથી સવારે આઠ વાગ્યાથી સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદી શકાશે. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ) સાથેની એન્ટ્રી પણ હંમેશની જેમ રાત્રે 10.00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.