Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Meghraja's second innings in Gujarat: 'Orange alert' for heavy rain for the next 2 days!

VIDEO: ગુજરાતમાં મેઘરાજાની સેકન્ડ ઈનિંગ: આગામી ૨ દિવસ અતિ ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'!

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદ, જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં ૩ ટકા વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં ૨૧ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News