Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Meghmahr in Ahmedabad/3 inches of rain in 4 hours and 2 inches of rain in 1 hour in Bacrol

VIDEO: Ahmedabadમાં મેઘમહેર / 4 કલાકમાં વટવામાં પોણા ત્રણ ઈંચ અને બાકરોલમાં 1 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના વાતાવરણમાં 12મી સપ્ટેમ્બરથી પલટો આવ્યો છે. એક દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે (14મી સપ્ટેમ્બર) પણ વહેલી સવારથી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધે જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. આજે વહેલી સવારથી સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે.

App Store

અમદાવાદમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ 27.46 ઈંચ થયો

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 27.46 ઈંચ થયો છે. જે છેલ્લા 5 વર્ષની સિઝન સરેરાશના 76.28 ટકા જેટલો થાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં સરેરાશ 1.74 ઈંચ વરસાદ થયો હતો. આજે સવારે 6થી 8 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન શહેરમાં સરેરાશ 0.06 ઈંચ વરસાદ થયો હતો. જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 0.18 ઈંચ, દક્ષિણ ઝોનમાં 0.12 ઈંચ અને ઉત્તર ઝોનમાં 0.11 ઈંચ વરસાદ થયો હતો. આ સમયગાળામાં ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ વિસ્તારમાં સૌથી વધુ 0.28 ઈંચ વરસાદ પડ્યો હતો. રિપોર્ટ મુજબ વાસણા બેરેજની પાણીની સપાટી 129.00 ફૂટ પર છે. નદીમાં 358 ક્યુસેક પાણીનો આઉટફ્લો થઈ રહ્યો છે અને બેરેજનો 1 ગેટ 0.5 ફૂટ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

સવારે 6થી 8 વાગ્યા સુધી આ 10 વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો

ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ: 0.28 ઈંચ
ઓઢવ: 0.22 ઈંચ
રામોલ: 0.22 ઈંચ
વસ્ત્રાલ: 0.20 ઈંચ
નરોડા: 0.20 ઈંચ
હંસપુરા: 0.20 ઈંચ
વિરાટનગર: 0.18 ઈંચ
કઠવાડા: 0.18 ઈંચ
વટવા: 0.16 ઈંચ
નિકોલ: 0.14 ઈંચ

છેલ્લા 24 કલાકમાં આ 10 વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો

હંસપુરા: 2.93 ઈંચ
મોટેરા: 2.76 ઈંચ
દૂધેશ્વર: 2.72 ઈંચ
નરોડા: 2.54 ઈંચ
ચાંદખેડા: 2.34 ઈંચ
રાણીપ: 2.32 ઈંચ
નવરંગપુરા: 2.32 ઈંચ
જોધપુર: 2.30 ઈંચ
કોતરપુર: 2.28 ઈંચ
જોધપુર ઝોનલ: 2.28