Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : McD in Prahladnagar sealed

મેકડોનલ્ડ્સના બર્ગર ખાતા લોકો ચેતી જજો! Ahmedabadમાં પ્રહલાદનગરનું McD સીલ કરાયું

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2025
લાઇવ ટીવીGoogle News
મેકડોનલ્ડ્સના બર્ગર ખાતા લોકો ચેતી જજો! Ahmedabadમાં પ્રહલાદનગરનું McD સીલ કરાયું

Ahmedabad News: ગુજરાતીઓ ખાણીપીણીના ભારે શોખીન હોય છે. પરંતુ કેટલીક વખત ખાણીપીણીનો વ્યવસાય કરનારાઓની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. જેને પગલે અવાર નવાર તંત્ર દ્વારા ઠેક ઠેકાણે રેડ પાડીને તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. એવામાં હવે અમદાવાદના મેકડોનલ્ડ્સને સીલ મારવાનો વારો આવ્યો છે.

App Store

મેકડોનાલ્ડના બર્ગર ખાતા લોકો ચેતી જજો

પ્રહલાદનગર સ્થિત મેકડોનલ્ડ્સને સીલ મારવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, AMC ના આરોગ્ય વિભાગ દ્વારા એકમ સીલ કરાયું છે. વેજ અને નોનવેજ ખાદ્ય એકમમાં તકેદારી ન રાખવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. તેમજ AMC  દ્વારા તપાસ કરતા રસોડામાં પણ ગંદકીનું પ્રમાણ મળી આવ્યું હતું. જેને પગલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.