બગોદરામાં સામૂહિક આપઘાત મામલો: પરિવારના દંપતીનો બે દિવસથી મોબાઈલ હતો બંધ, મૂળ ધોળકાના હતા રહેવાસી

અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃતકોમાં વિપુલ વાઘેલા, તેમની પત્ની સોનલ વાઘેલા, 11 વર્ષની દીકરી સિમરન, 8 વર્ષનો દીકરો મયુર અને 5 વર્ષની દીકરી પ્રિન્સીનો સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ ધોળકાના દેવીપૂજક વાસ, બોરકોઠાનો વતની હતો. અહીં વિપુલ વાઘેલા ભાડાના ઘરમાં રહેતો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જોકે, પરિવારે આપઘાત કેમ કર્યો તે વિશે હજું સુધી કોઈ નક્કર માહિતી સામે નથી આવી.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડ્યા
ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ અને તેમજ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ સિવાય અમદાવાદ ગ્રામ્ય SOG, LCB, FSL અને ધંધુકા ASP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ, તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં આર્થિક તંગીને આ આપઘાતનું કારણ માનવામાં આવે છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે પરિવારના સભ્યોના મોબાઈલ બે દિવસથી બંધ હતા, અને આ મામલે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોએ દવા પીને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બગોદરા એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક બની હતી. મૃતકોમાં પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આપઘાત કરનાર પરિવાર મૂળ ધોળકાનો દેવીપૂજક પરિવાર હતો, જે લગભગ એક મહિના પહેલા ધોળકાથી બગોદરા રહેવા માટે આવ્યો હતો. પરિવારનું ગુજરાન રિક્ષા ચલાવીને ચાલતું હતું

