VIDEO: અમદાવાદમાં મમતા શર્મસાર: સાબરમતી નદીમાંથી મળી આવ્યું માસુમ બાળકનું મૃત ભ્રૂણ!
સોર્સ : gstv
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર કામા હોટેલ પાછળ સાબરમતી નદીમાંથી આશરે ૨ થી ૪ મહિનાનું મૃત માનવ ભ્રૂણ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. નદીમાં તરતું ભ્રૂણ જોઈને એક જાગૃત મહિલાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભ્રૂણને બહાર કાઢ્યું હતું. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, રિવરફ્રન્ટ પર પૂરતા CCTV કેમેરા ન હોવાને કારણે ગુનાનો અંજામ આપનાર આરોપી મહિલા સુધી પહોંચવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે.

