Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Low pressure and monsoon truffle active, next seven days normal rainfall

VIDEO: લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય, આગામી સાત દિવસ સામાન્ય વરસાદ

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવા છતાં આગામી સાત દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મની પણ આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળી શકે છે. દરમિયાન દરિયામાં પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

App Store