Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Lord Jagannath's chariot returns from Mosal

VIDEO/ Ahmedabad Rath Yatra: ભગવાન જગન્નાથજીના રથ મોસાળથી પરત ફરી શાહપુર પહોંચ્યા

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2025
લાઇવ ટીવીGoogle News

Ahmedabad Rath Yatra News: આજે અષાઢી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળી છે. અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે, હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

App Store

મહત્ત્વપૂર્ણ છે કે, દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે.

જગન્નાથ ભગવાનનો રથ શાહપુર પહોંચવાની તૈયારીમાં

ભગવાન જગન્નાથની રથયાત્રામાં અમદાવાદના રસ્તા પર માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે. દરિયાપુર તંબુ ચોકીથી ત્રણેય રથ પસાર થયા બાદ હવે ભગવાન જગન્નાથનો રથ શાહપુર ખાતે પહોંચવાની તૈયારી છે. લાખો ભક્તો ભગવાનની રથયાત્રામાં ઉમટ્યા છે, જ્યારે રથયાત્રા નિયત સમયથી આશરે એક કલાક પાછળ છે.