Ahmedabad:જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીની ભલામણ સામે વકીલોનો વિરોધ યથાવત, હાઇકોર્ટમાં કામગીરી ઠપ્પ
સોર્સ : gstv
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીની ભલામણ સામે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન (GHAA)નો વિરોધ ચાલુ છે. આજે પણ વકીલો કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે રોજના 7,000થી વધુ કેસો પર અસર પડવાની શક્યતા છે. ગઈકાલે GHAAના ડેલિગેશને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સાથે મુલાકાત કરી હતી અને જસ્ટિસ ભટ્ટની બદલીની ભલામણ પાછી ખેંચવાની માગ કરી હતી.
જોકે, સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સાથે ડેલિગેશનની મુલાકાત શક્ય ન બની. CJIને રજૂઆતની એડિશનલ કૉપી આપી, યોગ્ય પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી. વકીલોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી બદલીની ભલામણ પાછી નહીં ખેંચાય ત્યાં સુધી તેઓ કામથી અળગા રહેશે. બે દિવસથી ચાલતા આ વિરોધને કારણે ન્યાયિક કામગીરી ઠપ્પ થઈ છે, જેની અસર કેસોના નિકાલ પર પડી રહી છે.

