Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : last 3 years in Gujarat, 500 temples have been looted and stolen

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 500 મંદિરોમાં લૂંટ- ચોરીના બનાવ, ભાજપના રાજમાં પાવાગઢ પણ ના રહ્યું સલામત 

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2024
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 500 મંદિરોમાં લૂંટ- ચોરીના બનાવ, ભાજપના રાજમાં પાવાગઢ પણ ના રહ્યું સલામત 

હિન્દુવની વાતો કરતી અને હિન્દુઓના સંરક્ષણના દાવા કરતી સત્તાધારી ભાજપની સરકારમાં છેલ્લા ત્રણ વર્ષમાં ધાર્મિક સ્થળો એટલે કે મંદિરોમાં લૂંટ અને ચોરીની 501 જેટલી ઘટનાઓ બની છે. સીસીટીવી કેમેરાથી સજ્જ એવા ધાર્મિક સ્થાનોએ પોલીસનો પહેરો હોવા છતાં ચોરીના કિસ્સા બનતાં ભક્તો અને મંદિર પ્રશાસનને આશ્વર્ય થઇ રહ્યું છે.

App Store

આ પણ વાંચોઃ પીતા ગુજરાત!, દિવાળીના તહેવારોમાં પરમિટ ધારકોએ 4 કરોડનો દારૂ ઢીંચ્યો, બુટલેગરોએ 20 કરોડનો 'માલ' વેચ્યાની આશંકા

ગુજરાતમાં ચોરી, લૂંટ-ધાડના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. ભાજપ સરકારમાં મંદિરો અને ભગવાન પણ સલામત નહીં હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસે કર્યો છે. પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું છે કે કરોડો ગુજરાતીઓની આસ્થાનું સ્થાન શક્તિપીઠ પાવાગઢ પણ સલામત રહ્યું નથી. રાજ્યમાં રહેણાંક અને વ્યવસાયિક સ્થાનોને તો તસ્કરો પ્રતિદિન નિશાન બનાવે છે. ટારગેટ પણ કરે છે પરંતુ હવે તો મંદિરોમાં આવતી દાનની આવક પર ચોર ટોળકીઓએ નજર બગાડવાનું શરૂ કર્યું છે. મંદિર સંકુલને સલામતી આપવામાં સરકારનું પોલીસ તંત્ર ઉણું ઉતર્યું છે.

5 કરોડ રૂપિયાની ચોરી પોલીસના ચોપડે નોંધાઈ

છેલ્લા ત્રણેક વર્ષમાં મંદિરોમાં થયેલી ચોરીમાં કુલ 4,93,72,247 રૂપિયાની રોકડ રકમ તેમજ મુદ્દામાલની ચોરી પોલીસના ચોપડે નોંધાયેલી છે. છેલ્લા ત્રણ વર્ષમાં અનુક્રમે 151, 178 અને 172 ઘટનાઓ બની છે. હથિયાર સાથે ધાડની પણ પાંચ ઘટનાઓ બનેલી છે જે અત્યંત ચિંતાજનક બાબત છે અને સરકારના સલામતના દાવાની પોલ છતી કરે છે. આસ્થાના પ્રતિક એવા મંદિરોમાં થઇ રહેલી લૂંટ ધાડ-ચોરીની ઘટના માત્ર મંદિરોમાં સીસીટીવી લગાવી સુરક્ષાની સાંત્વના સરકાર આપી રહી છે.

વ્યાજખોરો અને બુટલેગરો બેફામ બન્યાં

ભગવાનના નામે રાજનીતિ કરતી પાટી માત્ર મતનું તરભાણું ભરાયાની ચિંતા કરે છે. નવરાત્રીના પાવન પર્વમાં બહેન- દીકરીઓ પર બળાત્કાર થયાં છે. વ્યાજખોરો અને બુટલેગરો બેફામ બન્યાં છે. ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. નકલીઓની ભરમાર સર્જઈ છે. દાવા સામે વાસ્તિવક સ્થિતિ વધુ બિહામણી જોવા મળે છે. ગુજરાતમાં પોલીસ કર્મચારીઓની મોટા પાયે ઘટ છે.

આ સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી છે ત્યારે નાગરીકોની સુરક્ષા-સલામતી માટે ચુસ્ત વ્યવસ્થાપન માટે સત્વરે ભરતી કરવાની જરૂર છે. ગુજરાતના તમામ નાના-મોટા મંદિરોની સુરક્ષા વધારવામાં આવે અને મંદિરની સુરક્ષા માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરવાની આવશ્યકતા છે.