Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 'Jai Jagannath' will resonate in Adalaj, a grand Rath Yatra will be held on July 16, 2026!

VIDEO: અડાલજમાં ગૂંજશે 'જય જગન્નાથ', ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ યોજાશે ભવ્ય રથયાત્રા!

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ અને ગાંધીનગરના હરિભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે, જેમાં અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતે આગામી ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત આ રથયાત્રામાં પુરીની પરંપરા મુજબ નેત્રોત્સવ, મંગળ આરતી, પહાંડી વિધિ અને છેરા પહરા જેવી વિશેષ ધાર્મિક વિધિઓ યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે, તેમજ પૂર્વ રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપશે. અડાલજ જગન્નાથ મંદિરથી શરૂ થઈ શનિ મંદિર અને ઉવારસદ બ્રિજ થઈ અન્નપૂર્ણા મંદિર સુધી પહોંચનારી આ રથયાત્રામાં ૨૦ હજારથી વધુ ભક્તો જોડાશે. વિશ્વબંધુત્વ અને શાંતિનો સંદેશ આપતી આ રથયાત્રા દરમિયાન તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

App Store