VIDEO: અમદાવાદમાં રક્ષક જ ભક્ષક બન્યો: દારૂની હેરાફેરીના કેસમાં કંટ્રોલરૂમના પોલીસકર્મીની ધરપકડ!
સોર્સ : gstv
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં દારૂની હેરાફેરીના ગુનામાં કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા ૨૦૧૨ની બેચના પોલીસકર્મી અશોક ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ગત ૫ જુલાઈ ૨૦૨૬ના રોજ સનસાઈન એપાર્ટમેન્ટ બહારથી કાળા કાચવાળી બિનવારસી ગાડીમાંથી રૂપિયા ૧.૦૫ લાખની કિંમતની ૩૧૩ દારૂની બોટલો મળી આવી હતી. તપાસ દરમિયાન આ ગાડી અશોક ચૌધરીના નામે હોવાનું અને રાજસ્થાનથી દારૂ લાવનાર આરોપી ચિરાગ ચૌધરી તેના કહેવાથી જ દારૂનો જથ્થો લાવ્યો હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો હતો. આ અગાઉ વસ્ત્રાપુર, બોડકદેવ અને IBમાં ફરજ બજાવી ચૂકેલા આ પોલીસકર્મીની ધરપકડ બાદ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી હોવાની વિગતો ઇન્ચાર્જ એસીપી એ.વી. પરમારે આપી હતી.

