VIDEO: અમદાવાદમાં આરોપીએ PIની સર્વિસ રિવોલ્વર ઝૂંટવતા ફાયરિંગ, કોન્સ્ટેબલને ગોળી વાગી
સોર્સ : gstv
અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના આરોપી ધર્મસિંહ રાઠોડ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. આનંદનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એસ. પરમારે આ નવી ફરિયાદ નોંધાવી છે.ઘટના અનુસાર, આરોપી ધર્મસિંહને પંચનામા માટે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે પોલીસ અધિકારીની સર્વિસ રિવોલવર આંચકી લેવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો.બંને વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન અચાનક પિસ્તોલમાંથી ફાયરિંગ થયું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડના સાથળના ભાગમાં ગોળી વાગી હતી, જ્યારે બીજી ગોળી આરોપીના જમણા પગમાં વાગી હતી. આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે ઘાયલ પોલીસ કોન્સ્ટેબલ અને આરોપી બંનેને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવારાર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

