Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 'If work is not being done, then take retirement', Congress President Kharge

'કામ ના થતું હોય તો રિટાયરમેન્ટ લઈ લો', Congress અધ્યક્ષ ખડગેએ કાર્યકરોને જાહેરમાં ખખડાવ્યા 

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2025
લાઇવ ટીવીGoogle News
'કામ ના થતું હોય તો રિટાયરમેન્ટ લઈ લો', Congress અધ્યક્ષ ખડગેએ કાર્યકરોને જાહેરમાં ખખડાવ્યા 

Congress એ આગામી ચૂંટણીઓ માટે અગાઉથી જ તાડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પહેલાં બિહાર અને હવે ગુજરાતમાં ચૂંટણી માટે પોતાના કાર્યકરો અને નેતાઓમાં જુસ્સો જગાડવા પ્રયાસો કરી રહ્યું છે. ગુજરાતમાં 64 વર્ષ બાદ યોજાયેલા કોંગ્રેસ અધિવેશનને સંબોધિત કરતાં Congress President Khargeએ પક્ષના નેતાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો છે.  તેમણે પક્ષના નેતાઓ અને કાર્યકરોને કામ ન થતું હોય તો રિટાયરમેન્ટ લઈ લેવા કહ્યું છે.

App Store

ખડગેએ કહ્યું કે, સંગઠનમાં જિલ્લા Congress કમિટીના અધ્યક્ષોની ભૂમિકામાં વધારો કરવામાં આવશે. તેમજ તેમની નિમણૂક અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા જારી દિશા-નિર્દેશો અનુસાર, કડક અને નિષ્પક્ષતાથી કરવી જોઈએ. જિલ્લા અધ્યક્ષે પોતાની નિમણૂકના એક વર્ષની અંદર સર્વશ્રેષ્ઠ લોકો સાથે જોડાઈ બૂથ સમિતિ, મંડલ સમિતિ, બ્લોક સમિતિ અને જિલ્લા સમિતિ બનાવી છે. જેમાં કોઈ પક્ષપાત કરવામાં આવશે નહીં.

પક્ષમાં મદદ નથી કરી શકતા તો આરામ લઈ લો...

ખડગેએ પક્ષમાં નિષ્ક્રિય ભૂમિકા ભજવતાં લોકોને આકરા શબ્દોમાં કહી દીધું છે કે, જે લોકો પક્ષમાં કામ કરી શકતા નથી. તેમણે આરામ કરવાની જરૂર છે. તેઓ પોતાની જવાબદારી નિભાવી શકતા નથી, તો તેમણે હવે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. પક્ષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના સિદ્ધાંતોને આધિન કામ કરે છે. આજે આપણે સાબરમતીના તટ પરથી દેશને આગળ વધારવાનો પ્રયાસ શરૂ કરીશું.

એકતામાં તાકાત

ખડગેએ સરદાર પટેલની વાતોને યાદ કરાવતાં કહ્યું કે, એકતા વિના સંખ્યા કોઈ કામની નથી. સંખ્યા વાસ્તવિક શક્તિ નથી, એકતા છે. સૂતરના દોરા પણ અલગ-અલગ હોય તો તે ઝડપથી તૂટી જાય છે. પરંતુ જ્યારે તે એકસાથે ભેગા થઈ જાય તો તેને તોડવા અશક્ય છે. તે જાડું કાપડું બને છે. ત્યારે તેની શક્તિ, સુંદરતા અને ઉપયોગિતા અદ્ભૂત બની જાય છે.

આપણે ફરી આઝાદી માટે લડવાનું છે

કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, આપણે ફરી ભારતની આઝાદી માટે લડવાનું છે. આ વખતે આઝાદીની લડાઈ અન્યાય, અસમાનતા, ભેદભાવ, ગરીબી અને સાંપ્રદાયિકતા વિરૂદ્ધ છે. તેમાં ફરક માત્ર એટલો જ છે કે, પહેલાં વિદેશી લોકો અન્યાય, ગરીબી અને અસમાનતાને વેગ આપતાં હતાં. આજે આપણી સરકાર જ આ પ્રકારની નીતિઓ અપનાવી રહી છે. આપણે આ લડાઈ જીતવાની છે.