Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Huge controversy over sand mining scam in Visalpur area of ​​rural Ahmedabad

VIDEO : અમદાવાદ ગ્રામ્યના વિસલપુર વિસ્તારમાં રેતી ખનન કૌભાંડને લઈ ભારે વિવાદ, અધિકારીઓની મિલિભગતનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ ગ્રામ્યના વિસલપુર વિસ્તારમાં રેતી ખનન કૌભાંડને લઈ ભારે વિવાદ ઉભો થયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી જમીન અને ખેતીલાયક જમીનમાં બેફામ ખનન કરી માફિયાઓ કરોડો રૂપિયાની રેતી ચોરી રહ્યા છે. લીજધારકો દ્વારા નિયમોના ઉલ્લંઘન સાથે 25 થી 30 ફૂટ સુધી ઊંડું ખનન થતું હોવાનું પણ સામે આવ્યું છે. ખેડૂતોની અનેક રજૂઆતો છતાં તંત્ર મૌન રહેતા રોષ ફાટી નીકળ્યો છે. સામાજિક કાર્યકરોએ પોલીસ, ખાણ ખનીજ અને આરટીઓ વિભાગની મિલીભગતના ગંભીર આક્ષેપ કર્યા છે. ખેડૂતો મુખ્યમંત્રી પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

App Store