VIDEO: દુષ્કર્મ પીડિત સગીરાના 22 સપ્તાહના ગર્ભપાતને હાઇકોર્ટની મંજૂરી
સોર્સ : gstv
ગુજરાત હાઇકોર્ટે 15 વર્ષની દુષ્કર્મ પીડિત સગીરાના 22 સપ્તાહના ગર્ભપાત માટે મહત્વનો આદેશ આપ્યો છે. ગીર સોમનાથના નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં BNS અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની તબીબોની પેનલે તપાસ બાદ MTP એક્ટ મુજબ ગર્ભપાત શક્ય હોવાનું જણાવ્યું હતું. હાઇકોર્ટે અનુચ્છેદ 21 હેઠળ પીડિતાના ગૌરવપૂર્ણ જીવન અને પોતાના શરીર અંગે નિર્ણય લેવાના અધિકારને માન્યતા આપી છે. કોર્ટે તબીબી ટીમ દ્વારા સુરક્ષિત રીતે ગર્ભપાત કરવાની મંજૂરી સાથે DNA તપાસ માટે જરૂરી ટિશ્યુ સેમ્પલ સાચવવાનો પણ આદેશ આપ્યો છે.

