Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : High alert in major cities including Ahmedabad in Gujarat following Delhi blast

દિલ્હી બ્લાસ્ટને પગલે ગુજરાતમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં હાઈએલર્ટ 

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
દિલ્હી બ્લાસ્ટને પગલે ગુજરાતમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં હાઈએલર્ટ 
સોર્સ : GOOGLE

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે અને અમદાવાદમાં ઝડપાયેલા 3 આતંકીઓને પગલે હવે રાજ્યના મોટા શહેરોમાં પણ પોલીસ એલર્ટ મોડમાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં હાઈએલર્ટ અપાયું છે. હાઈ એલર્ટ આપતા શહેર પોલીસ અને તમામ એજન્સીઓ સતર્ક છે.  

App Store

જણાવી દઈએ કે, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. NIA ટીમોને ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પાંચથી છ વાહનો આગની ઝપેટમાં આવ્યા છે. 

ફાયર બ્રિગેડને સાંજે 6:55 વાગ્યે વિસ્ફોટની માહિતી મળી હતી. દિલ્હી પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે. વિસ્ફોટ થવાનું કારણ શોધવા ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. વિસ્ફોટથી નજીકની સ્ટ્રીટલાઇટ પણ તૂટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા ઘણા લોકોને LNJP હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી છે. આ કોઈ આતંકી કાવતરું છે કે પછી સીએનજી ગેસ બ્લાસ્ટની ઘટના છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.