Ahmedabad news: એસજી હાઈવે- એસપી રિંગ રોડ પર ભારે ટ્રાફિકજામ, ટ્રાફિક પોલીસ ફરકી પણ નહિ

આવતીકાલે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર હોવાથી સૌ કોઈએ વતનની વાત પકડી છે. જેથી અમદાવાદના મુખ્ય રસ્તા અને હાઇવે પર અવ્યવસ્થા સર્જાઇ છે. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા છે. અમદાવાદના એસપી રિંગ રોડ અને એસજી હાઈવેમાં ટ્રાફિકજામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં અમદાવાદ-મહેસાણા હાઇવે, કલોલ અંબિકા ખાતે બપોરથી અને આણંદ- અમદાવાદ હાઇવે બે કલાક ભયંકર ટ્રાફિક સર્જાયો છે. ટ્રાફિકજામના કારણે પરિવહન કરતાં અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા છે.
ઇસ્કોન ક્રોસ રોડ એસજી હાઈવે પર ટ્રાફિકજામ
શહેરના પોશ વિસ્તાર એવા ઇસ્કોન ક્રોસ રોડ એસ જી હાઇવે પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું હતું. મોડી રાત સુધી આજ પરિસ્થિતિ જોવા મળી હતી. લાયસન્સ, પી યુ સી અને ઇન્સોરન્સ, હેલ્મેટ,સીટ બેલ્ટના નામે ઉઘરાણા કરવામાં કુખ્યાત ટ્રાફિક પોલીસ જાણે વ્યસ્ત લાગે છે. ટ્રાફિક પોલીસનું કામ જાણે ટ્રાફિક નિયમનનું રહ્યું જ નથી. આવી સ્થિતિ સર્જાતાં ટ્રાફિક વિભાગની સંપૂર્ણ રીતે બેદરકારી જોવા મળી રહી છે.

