Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Heavy rain forecast in Gujarat for next 48 hours, red alert in South Gujarat

ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : JATING BAROT GSTV NEWS

ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હાલ રાજ્ય પર એકસાથે ચાર હવામાની સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને સક્રિય મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે. 

App Store

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નવસારી, વલસાડ, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ નદી-નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. 

આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વીજળીના કડાકા અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવા અપીલ કરી છે.

ટોપિક્સ:weather department gujarathavaman