VIDEO: અમદાવાદ જિલ્લામાં વરસાદ બાદ આરોગ્ય તંત્ર એલર્ટ: 455 ટીમ દ્વારા સર્વે અને ક્લોરીનેશનની કામગીરી
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. જિલ્લાના 452 ગામોમાં 455 વિશેષ ટીમ કાર્યરત કરવામાં આવી છે, જેઓ ફોગિંગ, દવાનો છંટકાવ, ક્લોરીનેશન અને ડોર-ટુ-ડોર સર્વેની સઘન કામગીરી કરી રહી છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી શેલ્ટર હોમમાં આશરો લેનાર 798 નાગરિકોની દેખરેખ માટે 13 ટીમ તૈનાત છે. પાણીજન્ય રોગચાળાને નાથવા ક્લોરીનેશન પર વિશેષ ભાર મૂકાઈ રહ્યો છે અને નાગરિકોને ઉકાળેલું પાણી પીવા સૂચના અપાઈ રહી છે.

