VIDEO: જગન્નાથજી મંદિરમાં ગુરુપૂર્ણિમા ઉજવણી
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પણ ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે વિશેષ અને ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિથી વ્યાસપૂજન અને પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓએ મંદિરે પહોંચી દર્શનનો લાભ લીધો હતો અને પૂજ્ય ગુરુદેવના ચરણોમાં સીસ નમાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

