Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat University assault case Metro court granted bail to five accused

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીના કેસમાં પાંચ આરોપીઓને કોર્ટે આપ્યા જામીન

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીના કેસમાં પાંચ આરોપીઓને કોર્ટે આપ્યા જામીન

ગુજરાત  યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીના કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આજે 20 માર્ચે આ પાંચ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. કોર્ટે આ તમામ આરોપીઓને જામીન આપ્યા છે. 

App Store

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી બોયઝ હોસ્ટેલના બ્લોક-Aમાં નમાઝ પઢી રહેલા કેટલાક વિદેશી યુવકો સાથે બહારથી આવેલા કેટલાક યુવકોએ મારામારી કરી હતી.  રાજ્યના ગૃહમંત્રાલયે, કેન્દ્રના વિદેશ મંત્રાલયે આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. પોલીસે આ કેસમાં પહેલા બે અને પછી ત્રણ એમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.  આજે 20 માર્ચે આ પાંચ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. સાથે જ આરોપીઓ દ્વારા નિયમિત જામીન અરજી કરવામાં આવી હતી, જેના પર કોર્ટે સુનાવણી કરતા આ તમામ આરોપીઓના જામીન મંજુર કર્યા છે. 

આરોપીઓના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરી છે, પણ FIRમાં આરોપીઓના ચોક્કસ નામ નથી. દંડા વડે કોને ફટકાર્યા તે મુદ્દે પોલીસને કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. માટે આ કેસમાં સીધી રીતે ગુનો પુરવાર થતો નથી. કોર્ટે વકીલની દલીલ માન્ય રાખી કોર્ટે તમામ પાંચ આરોપીઓને જામીન પર મુક્ત કર્યા છે.