Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat High Court's big decision: Sentence of 2008 blast case convicts stayed, but 3 months stay on execution of order

ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય: 2008 બ્લાસ્ટ કેસના દોષિતોની સજા યથાવત્, પરંતુ હુકમના અમલ પર 3 મહિનાનો સ્ટે

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય: 2008 બ્લાસ્ટ કેસના દોષિતોની સજા યથાવત્, પરંતુ હુકમના અમલ પર 3 મહિનાનો સ્ટે
સોર્સ : gstv

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદાના અમલ પર ૩ મહિનાનો સ્ટે આપ્યો છે. આરોપીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે દાદ માંગવામાં આવી હતી. હાઈકોર્ટે પોતાના હુકમના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે. આરોપીઓ હવે સજાના ચુકાદા સામે સુપ્રીમના દ્વાર ખખડાવશે.

App Store

મહત્વનું છે કે આજે સવારે ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2022માં સ્પેશિયલ કોર્ટ (સિટી સેશન્સ કોર્ટ) દ્વારા સંભળાવવામાં આવેલી 38 આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો. જે બાદ આરોપીઓ દ્વારા હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. જેને ધ્યાને રાખી ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે. જેથી હવે 3 મહિના સુધીના સમયગાળા દરમિયાન આરોપીઓ હાઈકોર્ટે આપેલી સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકશે.

21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા

26 જુલાઈ, 2008 ના રોજ અમદાવાદના અલગ-અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા અને 200 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં નીચલી અદાલતે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. આ ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે બીજી તરફ 48 આરોપીઓએ પણ સજા સામે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

શું હતો સમગ્ર ઘટનાક્રમ?

આઠમી ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદની વિશેષ અદાલતના ન્યાયાધીશ એ.આર. પટેલે 78માંથી 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 18મી ફેબ્રુઆરી, 2022ના રોજ સજાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. અદાલતે 38 દોષિતોને ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ ફાંસીની સજા ફટકારી હતી. 11 દોષિતોને કુદરતી મૃત્યુ સુધી આજીવન કેદની સજા કરવામાં આવી હતી. 48 દોષિતો પર 2.85 રૂપિયા લાખ અને એક દોષિત પર 2.88 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

ફાંસીની સજાના દોષિતો

  • ઝાહિદ ઉર્ફે જાવેદ કુતુબુદ્દીન શેખ
  • ઇમરાન ઇબ્રાહિમ શેખ
  • ઇકબાલ ઉર્ફે ઇકરાર કાસમ શેખ
  • શમ્સુદ્દીન ઉર્ફે શમ્સુ શહાબુદ્દીન શેખ
  • ગ્યાસુદ્દીન ઉર્ફે ગ્યાસુ અબ્દુલસલીમ અન્સારી
  • મોહમ્મદ આરિફ મોહમ્મદ ઇકબાલ કાગઝી
  • મોહમ્મદ ઉસ્માન ઉર્ફે ઉસ્માન મોહમ્મદ અનીસ અગરબત્તીવાળા
  • યુનુસ મોહમ્મદભાઈ મન્સૂરી
  • કમરુદ્દીન ઉર્ફે રાજા ઉર્ફે અબ્દુલ્લા ચાંદમોહમ્મદ નાગોરી
  • આમિલ પરવેઝ ઉર્ફે સિકંદર કાજી સૈફુદ્દીન શેખ
  • શિબલી ઉર્ફે સાબિત અબ્દુલ કરીમ
  • સફદરહુસૈન ઉર્ફે હુસૈનભાઈ ઉર્ફે ઇકબાલભાઈ જહીરુદ્દીન ઉર્ફે જહરુલહસન નાગોરી
  • હાફિઝહુસૈન ઉર્ફે અદનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન
  • મોહમ્મદ સાજિદ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદ ઉર્ફે સાદ ગુલામ ખ્વાજા મન્સૂરી
  • અબુબસર ઉર્ફે મુફ્તિ ઉર્ફે અબ્દુલ રશીદ ઉર્ફે અબ્દુલ્લા અબુબકર શેખ
  • અબ્બાસ ઉમર સામેજા
  • જાવેદ અહેમદ સાદિર અહેમદ શેખ (સૈયદ)
  • મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજિક ઉર્ફે મુસાફ ઉર્ફે ફુરકાન મોહમ્મદ ઇશાક મન્સૂરી
  • અફઝલ ઉર્ફે અફસર ઉર્ફે રાજા ઉર્ફે અજિત સિંહ ઉર્ફે સંજય પાંડે ઉર્ફે ઉસ્માની મુતલિબ ઉસ્માની
  • મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ બદર ઉર્ફે લાદાન બદરૂદ્દીન શેખ ઉર્ફે જુમ્મન શેખ
  • આસિફ ઉર્ફે હસન બશીરુદ્દીન શેખ
  • મોહમ્મદ આરિફ નસીમ અહેમદ મિર્ઝા
  • કયામુદ્દીન ઉર્ફે મૂસા ઉર્ફે અશફાક ઉર્ફે અબ્દુલ કાદિર ઉર્ફે રિઝવાન ઉર્ફે સમીર સરફુદ્દીન કાપડિયા
  • મોહમ્મદ સૈફ ઉર્ફે રાહુલ શર્મા ઉર્ફે કેરીસેવા સદાબ અહેમદ શેખ
  • ઝિશાન અહેમદ એહસાનઅહેમદ શેખ
  • જિયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ અબ્દુલ રહેમાન મુસ્લિમ
  • મોહમ્મદ શકીલ ઉર્ફે શકીલ યામીનખાન લુહાર
  • મોહમ્મદ અકબર ઇસ્માઇલ ચૌધરી ઉર્ફે સઈદ
  • ફઝલ-એ-રહેમાન ઉર્ફે સલાઉદ્દીન ઉર્ફે રફીક મુસદ્દિકખાન દુરાની
  • અહેમદબાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવી
  • સરફુદ્દીન ઉર્ફે શરીફ એટ સૈનુદ્દીન ઉર્ફે અબ્દુલસત્તાર ઉર્ફે સલીમ
  • સૈફ-ઉર-રહેમાન ઉર્ફે સૈફુ ઉર્ફે સૈફ અબ્દુલરહેમાન અન્સારી
  • સાદુલી ઉર્ફે હારિસ અબ્દુલકરીમ મુસ્લિમ
  • મોહમ્મદ તનવીર ઉર્ફે તલ્હા મોહમ્મદ અખ્તર પઠાણ
  • આમીન ઉર્ફે રાજા અયુદ નાઝિર શેખ
  • મોહમ્મદ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઇરફાન અબ્દુલ શકુરખાન
  • મોહમ્મદ રફીક ઉર્ફે જાવિદ ઉર્ફે આલમઝેબ અફ્રિદી મસ્કુર અહેમદ