VIDEO: અમદાવાદના જુહાપુરામાં બ્રિજની કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી, પતરાં પડતાં રાહદારીને ફેક્ચર થતાં લોકોમાં ભારે રોષ!
સોર્સ : gstv
અમદાવાદના જુહાપુરા વિશાલા સર્કલ પાસે ચાલી રહેલા બ્રિજના કામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. બ્રિજની કામગીરીની આસપાસ સુરક્ષા માટે બાંધવામાં આવેલા લોખંડના પતરાં અચાનક રોડ પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ રાહદારીના ખભા પર ખાબક્યા હતા. આ ગંભીર અકસ્માતમાં રાહદારીને ખભાના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા સુરક્ષાના કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને રાહદારીઓની જિંદગી સતત જોખમમાં મુકાઈ રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો હવે આ ગંભીર લાપરવાહી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

