VIDEO: સાળંગપુરમાં બાવળાના યુવાનોની ભવ્ય ડમરૂ આરતી
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લાના બાવળાના ‘સિદ્ધેશ્વર મહાદેવ ડમરૂ આરતી ગ્રુપ’ના યુવાનોએ અગિયારસના પવિત્ર દિવસે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ડમરૂ આરતી યોજી હતી. ઉજ્જૈન મહાકાલ મંદિરની તર્જ પર વિવિધ વાજિંત્રોના નાદ સાથે યુવાનોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આરતી બાદ યુવાનોએ કુંડળધામ, ભીમનાથ મહાદેવ, ધંધુકાના જાગનાથ મહાદેવ અને લોલીયા ગામના મહાદેવ મંદિરે દર્શન તથા આરતી કરી હતી. યુવાનોને દુષ્પ્રેરણાથી દૂર રાખી ધાર્મિકતા અને સંસ્કૃતિ સાથે જોડવાના હેતુથી આ ગ્રુપની શરૂઆત કરવામાં આવી છે. હાલ આશરે 100 યુવાનોની ટીમ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ધાર્મિક પ્રસંગોએ નિઃસ્વાર્થ સેવા આપી રહી છે.

