ધોળકા: સોનોગ્રાફી ક્લિનિકમાં યુવતીની છેડતી, પોલીસે કંપાઉન્ડર સહિત ત્રણને ઝડપ્યા

અમદાવાદના ધોળકામાં યુવતીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ધોળકાના મલાવ તળાવ પાસે ડૉ હાર્દિક પારેખનું હાઇટેક ઇમેજીંગ સેન્ટરઆવેલું છે, તેમાં યુવતીની છેડતી કરવામાં આવી હતી. હાઈટેક ઈમેજિંગ સેન્ટરમાં યુવતી તેના સાસુને સોનોગ્રાફી માટે લઈ ગઈ હતી. યુવતી બહાર બાકડા પર બેઠી હતી, ત્યારે તે સમયે પ્રશાંત નામના કમ્પાઉન્ડરે યુવતીને ગંદા ઈશારા કર્યા હતા. યુવતી ગભરાઈને પરિવાર પાસે દોડી ગઈ હતી. પરિવારને જાણ કરી હતી.
હાઇટેક ઈમેજિંગ સેન્ટરની અંદર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા
તો બીજી તરફ હાઇટેક ઈમેજિંગ સેન્ટરની અંદર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાંને ભારે હોબાળો મચ્યો હતો. ધોળકા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
પોલીસે ત્રણ શખ્સોને દબોચ્યા
યુવતીના નિવેદન લઇ પોલીસે કંપાઉન્ડર પ્રશાંત અને તેના બે મિત્રો વિરુદ્ધ 354A,114ns કલમો ની ફરિયાદ નોધીને ત્રણેયને ઝડપી વધું તપાસ હાથ ધરી છે.

